વરુણના ઘરે ગુંજશે કિલકારી? એક્ટરે પત્નીની પ્રેગ્નેન્સી અંગે કર્યો ખુલાસો

મુંબઈ,

વરુણ ધવન અને નતાશા દલાલના માતા-પિતા બનવાની ખબર હાલ ચર્ચામાં છે. વરુણની ફિલ્મ ભેડિયા ૨૫ નવેમ્બર, ૨૦૨૨એ રિલીઝ થવા જઈ રહી છે. તેમાં તેની સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. જેના માટે વરુણ ધવનને ખૂબ શુભકામનાઓ પણ મળી રહી છે. પરંતુ, તેની સાથે લોકો પત્ની નતાશા દલાલની પ્રેગ્નેન્સીની પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

હવે વરુણના ફેન્સ આ વાતમાં કેટલું સત્ય છે તે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ એક્ટરે આ વાત પર પોતાની ચુપ્પી તોડી છે. વરુણ ધવને જણાવ્યુ હતું કે નતાશા દલાલ પ્રેગ્નેન્ટ નથી અને તે અને તેની પત્ની અત્યારે ફક્ત એક બેબી ડૉગના પેરેન્ટ્સ છે. ત્યારબાદ એક્ટરે જાણકારી આપી અને વાતને આગળ લઈ જતા કહ્યુ કે અમુક વર્ષોમાં તે માતા-પિતા બની શકે છે.

વરુણ ધવને ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યુ કે તે નાનપણમાં લગ્ન કરવા નહતા માંગતા અને તેણે કદી વિચાર્યુ નહતું કે આવું પણ કશુ થશે. આગળ તે કહે છે કે, જ્યારે તે પોતાની પત્ની નતાશા દલાલને મળ્યા ત્યાર બાદ તેને લાગ્યુ કે કોઈ છે જે તેને દરેક પરિસ્થિતીમાં સમજી શકે છે. વરુણ માટે લગ્નનો મતલબ સમજણ હતું.