
વરુણ ધવન આખરે પિતા બની ગયો છે. પિતા બનવાના ખુશખબર પર તેને ચારે બાજુથી અભિનંદન મળવા લાગ્યા છે. તેમની પત્ની નતાશાને સોમવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરુણ ધવન અને નતાશા દલાલની ઘરે દીકરીનો જન્મ થયો છે.

વરુણ અને નતાશાના જે નાનકડા મહેમાનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આખરે વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલના ઘરે આવી પહોંચ્યા છે. નતાશાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે, જેની સમગ્ર પરિવાર અને અભિનેતાના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ૪ મહિના પહેલા વરુણ ધવને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી અને આખરે આજે તે દિવસ આવી ગયો છે.

વરુણ પિતા બન્યા કે તરત જ તેના સંબંધીઓ, ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકો તરફથી અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ. હાલમાં હોસ્પિટલની બહાર અને અંદર વરુણ અને નતાશાના સંબંધીઓની ભીડ એકઠી થઈ ગઈ છે.તમને યાદ અપાવી દઈએ કે ૪ મહિના પહેલા વરુણે પત્ની નતાશા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના સારા સમાચાર આપ્યા હતા. તેણે નતાશાના બેબી બમ્પને ક્સિ કરતી તસવીર શેર કરી અને બધાના આશીર્વાદ લીધા હતા. સોમવાર સાંજથી ધવન પરિવાર હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો.

૩જી જૂનના રોજ નતાશાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને કપલને જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનશે. હોસ્પિટલની બહાર પરિવાર અને પ્રિયજનોની ભીડ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે વરુણના પિતા બનવાના સારા સમાચાર ગમે ત્યારે આવી શકે છે. વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલનો પરિવાર તેમના બાળકના સ્વાગત માટે તૈયાર દેખાઈ રહ્યો હતો.
