વંટોળ સાથેનો વરસાદ ગુજરાતને ફરી એકવાર ઘમરોળશે તેવી સંભાવના

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાન પલટાની શક્યતની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૮ થી ૧૧ માર્ચ દરમિયાન વાતાવરણ બદલાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગાહી કરાઈ છે કે પવન અને વાદળછાયા વાતાવરણ સહિતન વરસાદ પણ વરસી શકે છે. આંધી-વંટોળ સાથેનો વરસાદ ગુજરાતને ફરી એકવાર ઘમરોળી શકે છે. હવામાન પલટાની શક્યતા વર્તાઈ રહી છે. તો આગાહી કરાઈ છે કે ૧૮ થી ૨૦ માર્ચમાં પણ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પાલનપુર, વલસાડ, ભૂજ સહિતના જિલ્લાઓમાં ૨૨ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા સહિતના જિલ્લાઓમાં ૨૬ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં ૨૪ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પોરબંદરમાં ૨૩ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.