વર્તમાન વૈશ્વિક પડકારોને લઈને જી ૨૦ પ્લેટફોર્મ પર પીએમ મોદીને જો બાઈડન મળ્યા

બાલી,

ઇન્ડોનેશિયાના બાલીમાં જી ૨૦ દેશોની ૧૭મી સમિટ યોજાઈ રહી છે. મંગળવારે સમિટનો પ્રથમ દિવસ છે. પીએમ મોદી ગઈકાલ સોમવારે જ બાલી પહોંચ્યા હતા.મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન જી ૨૦ પ્લેટફોર્મ પર સાથે મુલાકાત થઈ હતી. મંચ ઉપર આવતાની સાથે જ બાઈડન પીએમ મોદીને મળ્યા હતા. પ્રથમ સત્ર પહેલા પીએમ મોદી અને બાઈડનની મુલાકાત સુખદ જોવા મળી હતી. બાઈડને મોદીના ખભા પર હાથ મૂક્યો અને મોદી તેમનો હાથ પકડી રાખ્યો હતો. મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને ત્યારબાદ બંને હસતા હસતા મીટિંગ તરફ આગળ વયા હતા. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ત્યાં જોવા મળ્યા, જેઓ મોદીને જોઈ શક્યા નહીં. આ પછી મોદીએ મેક્રોનને બોલાવીને તેમની સાથે હાથ મિલાવ્યા હતા.આ બેઠકની સાથે જ પીએમ મોદી આજે વૈશ્વિક નેતાઓને મળશે, જેના પર દુનિયાની નજર છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએના વડા અજીત ડોભાલ પણ જી૨૦ સમિટમાં ભાગ લેવા પહોચ્યાં છે.

પ્રથમ દિવસે પીએમ મોદી સમિટના ત્રણ સત્રમાં ભાગ લીધો હતો પીએમ મોદી પોતાના સંબોધન દરમિયાન કોન્ફરન્સમાં ભારતની ઉપલબ્ધિઓ પણ ગણાવશે. આ બેઠકના એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકથી બાલીમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે અને આશા છે કે ખોરાક, ઉર્જા અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં વર્તમાન વૈશ્વિક પડકારોને પહોંચી વળવા તમામ પ્રયાસો કરવામાં આવશે.

પીએમ મોદીનું બાલી એરપોર્ટ પર આગમન સમયે પરંપરાગત શૈલીમાં ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ વૈશ્ર્વિક આથક વૃદ્ધિને પુનર્જીવિત કરવા, ખોરાક અને ઉર્જા સુરક્ષાને સુનિશ્ર્ચિત કરવા જેવા પડકારો અને આરોગ્ય અને ડિજિટલ પરિવર્તન સંબંધિત મુદ્દાઓને સંબોધિત કરવા પર બાલીમાં જી ૨૦ જૂથના નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન, બ્રિટિશ વડાપ્રધાન સુનાક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહીતના નેતાઓ સમિટમાં ભાગ લેવાના છે. મોદીએ કહ્યું કે તેઓ જી -૨૦ સમિટની સાથેસાથે અન્ય કેટલાક સહભાગી દેશોના નેતાઓને મળશે અને તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે.