વર્ષના પહેલા જ મહિનામાં કુલ ૧૧ દિવસો બેંકમાં રજા રહેશે.

અમદાવાદ,

વર્ષ ૨૦૨૨ના હવે માત્ર ગણતરીના દિવસો જ વયા છે અને ખુબ જલ્દી નવા વર્ષનું આગમન થશે. નવા વર્ષની શરૂઆત જ રજાના દિવસ એટલે કે રવિવારથી થશે. વર્ષના પહેલા જ મહિનામાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં કુલ ૧૧ દિવસો બેંકમાં રજા રહેશે.

૧ જાન્યુઆરીએ રવિવાર હોવાથી આ વર્ષની શરૂઆત જ રજથી થાય છે. તેવામાં જાન્યુઆરી મહિનામાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં ૨ ,૩, ૪ અને ૨૬ તારીખે બેંકમાં રજા રહેશે. આ ઉપરાંત ૧,૭,૮,૧૫,૨૧,૨૨ અને ૨૯ જાન્યુઆરીએ બીજો અને ચોથો શનિવાર આવશે. એવામાં જો તમારે આવતા મહીને બેક્ધના કોઈ અગત્યના કામ હોય તો આ રજાના દિવસો સિવાય તમે જઈ શકશો.

જાણો ક્યારે બેંકો બંધ રહેશે..

૧-૧-૨૩ રવિવાર

૨-૧-૨૩ (આઇઝોલ)

૩-૧-૨૩ (ઇમ્ફાલ)

૪-૧-૨૩ ( ઇમ્ફાલ)

૭-૧-૨૩ બીજો શનિવાર

૮-૧-૨૩ રવિવાર

૧૫-૧-૨૩ રવિવાર

૨૧-૧-૨૩ ચોથો શનિવાર

૨૨-૧-૨૩ રવિવાર

૨૬-૧-૨૩ ગણતંત્ર દિવસ

૨૯-૧-૨૩ રવિવાર