
નવીદિલ્હી,
નવા વર્ષના પહેલા દિવસે આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ સિલિન્ડરના ભાવામાં વધારો થયો છે. આજથી સિલિન્ડરમાં ૨૫ રૂપિયાના ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં કૉમર્શિયલ સિલેન્ડર માટે ૧૭૬૯ રૂપિયા ચૂકવવા પડશે. જો કે, ઘરેલુ સિલેન્ડરના ભાવમાં કોઇ જ પરીવર્તન નથી થયો. કોલકાતામાં તેની કિમત ૧૮૭૦ એ મુંબઇમાં તેનની કિમત ૧૭૨૧ અને ચૈન્નઇમાં ૧૯૧૭ રૂપિયા થયા છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઇ જ બદલાવ નથી થયો. ૬ જુલાઇ બાદ કોઇ જ બદલાવ થયો નથી. દિલ્હીમાં ઘરેલુ સિલેન્ડરની કિમત ૧૦૫૩ રૂ. કોલકાતામાં ૧૦૭૯,મુંબઇમાં ૧૦૫૨ રૂપ અને ચૈન્નઇમાં ૧૦૬૮ રૂપિયા જેના લીધે લોકોને રાહત મળેલી છે.કૉમર્શિયલ સિલેન્ડર મોઘા થયા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ કોઇ જ બદલાવ નથી થયો. ચારો મહાનગર સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પટ્રોલ ડિઝલના ભાવમાં પણ કોઇ જ વધારો નથી થયો. જો કે ગ્લોબલ માર્કેટમાં કૂડના ભાવમાં ઉતાર ચઢાવ ચાલુ છે. ક્રુડમાં ૭૯ ડોલર પ્રતિ બેરલ એ બ્રેન્ટ ફ્રુડ઼માં ૮૪ પ્રતિ બેરલ પહોચી ગયુ છે. ત્યાર બાદથી ભારતમાં પેટ્રેલ ડિઝલના ભાવમાં કોઇ જ બદલાવ નથી જોવા મળી રહ્યો.
ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ
દિલ્હી ૯૬.૭૨ પ્રતિ લીટર
મુબંઇ ૧૦૬.૩૧ રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા ૧૦૬.૩ પ્રતિ લીટર
ચૈન્નઇમાં ૧૦૨.૭૪ પ્રતિ લીટર
ચાર મહાનગરોમાં ડિઝલના ભાવ
દિલ્હી ૮૪.૬૨ પ્રતિ લીટર
મુંબઇ ૯૪.૨૭ પ્રતિ લીટર
કોલકાતા ૯૨.૭૬ પ્રતિ લીટર
ચૈન્નઇ ૯૪.૩૩ પ્રતિ લીટર