દાહોદ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસે રાજ્ય વ્યાપી 181 અભયમ મહિલા હેલ્પ લાઇન કાર્યરત્ કરવામાંઆવી હતી. મહિલાઓને ઘરેલું હિંસા સહીત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહેલ છે. આજે અભયમ પીડીત મહિલાઓ માટે એક સાચી સાહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે. 24ટ7, વિનામૂલ્યે અપાતી સેવાઓ મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટઝન માટે આશીર્વાદરૂપ બને છે. લગ્ન જીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખવાદ દુર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. આં ઉપરાત મહિલાઓ સાથે થતી શારિરીક, માનસિક કે જાતીય, કાર્યસ્થળે સતામણી, પ્રજોત્પતિ ને લગતી બાબતો, જાતીય તેમજ બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતોમાંં સુ:ખદ સેવાઓ આપવામા આવી રહી છે. આજનાં ટેકનોલોજીના યુગમા સોશ્યલ મિડિયાના માધ્યમ થી હેરાનગતિ, પેરેંટીગ ઇસ્યૂ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવેલ છે. આ ઉપરાત બાળકોના પ્રશ્ર્નો, સિનિયર સિટીઝનને હેરાનગતિ, ઘર છોડવા મજબૂર કરવા, પડોશી સાથેના ઝગડાઓ, તરૂણ અવસ્થામાંના પ્રશ્ર્નોમાં અભ યમ હમેશા પીડિતાની પડખે ઉભી રહી છે. આ ઉપરાત ઘરે થી કાઢી મુકેલ, ગૃહત્યાગ કે ભુલા પડેલા મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુઘી પહોચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં સફળ બનેલ છે, એટલે જ તો આજે ગુજરાતની મહિલાઓ અભયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ મેળવતા થયા છે અને જિંદગીના વિખવાદો દૂર કરી એક નવી આશા જગાડી છે. વર્ષ દરમિયાન પિડિત મહિલાઓએ મદદ માટે 4949 જેટલાં 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ જેમાં 1610 જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા પહોચાડેલ છે અને બાકીના કિસ્સામાં કાઉન્સિલીગ કરી જરૂરિયત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવી મદદરૂપ બનેલ છે.