- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વિવિધ યોજના અમલમાં છે. જેવી કે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતરરાષ્ટ્રીયકક્ષા, રાષ્ટ્રીયકક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસીહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેથી પાત્રતા ધરાવતા ખેલાડીને આ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવે છે.
રાજ્યના સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનારાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ ગત વર્ષ 2023-24 ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ.2500/- અને ગત વર્ષે 2023-24 ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકાના રૂ.2000/- આપવાની યોજના અમલમાં છે.
નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. 3000/- પેન્શન આપવાની યોજના અમલમાં છે. રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂકરવા અંગે યોજના અમલમાં છે
રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસારચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ 1.00 લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે
અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિતથયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યકિત માટે સન્માન રૂપે રૂ.51,000/-ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.75,000/- ની મર્યાદામાં આર્થિકસહાય આપવા અંગેની યોજના અમલમાં છે. જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
આમ આ ઉકત યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ 2023-24 ના વર્ષમાટે અરજી મંગાવવામાં આવે છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવા તથા આ યોજનાથી અવગત કરવા જીલ્લા રમતગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ, જી. ખેડાની અખબાર યાદીમા જણાવવામા આવે છે.