નવીદિલ્હી, એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર)એ વર્ષ ૨૦૨૨-૨૩માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પક્ષોને મળેતા ફંડનો રિપોર્ટ જાહેર ક્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩ ભાજપ માટે મજબૂત વર્ષ હતું, કારણ કે પાર્ટીને ચૂંટણી ટ્રસ્ટ તરફથી સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી ૭૦ ટકા હિસ્સો ભાજપને મળ્યો છે.
એડીઆરએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર,બીઆરએસને કુલ ડોનેશનમાંથી લગભગ ૨૫ ટકા ફંડ મળ્યું છે. વાત કરવામાં આવે ૨૦૨૨-૨૩ માટેના ઈલેક્ટોરલ ટ્રસ્ટના યોગદાન અહેવાલના વિશ્લેષણ મુજબ ૩૯ કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોએ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને ૩૬૩ કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. એડીઆર મુજબ જાણવા મળી રહ્યું છે કે, ૩૪ કોર્પોરેટ અને બિઝનેસ હાઉસે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. ૩૬૦ કરોડથી વધુનું દાન આપ્યું છે, જ્યારે એક કંપનીએ સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં રૂ. ૨ કરોડનું યોગદાન આપ્યું છે. તે જ સમયે, બે કંપનીઓએ પરિવર્તન ઇલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. ૭૫.૫૦ લાખનું દાન આપ્યું હતું અને અન્ય બે કંપનીઓએ ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. ૫૦ લાખનું દાન આપ્યું હતું.
કયા પક્ષને કેટલું મળ્યું ડોનેશન ?
પક્ષ મળેલ ડોનેશન
ભાજપ ૨૫૯.૦૮ કરોડ
ભારત રાષ્ટ્ર સમિતિ ૯૦ કરોડ
વાયઆરએસ કોંગ્રેસ,આપ અને કોંગ્રેસ (સામૂહિક રીતે) ૧૭.૪૦ કરોડ
તમને જણાવી દઈએ કે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટમાંથી મળેલા કુલ દાનના ૭૦ ટકા ભાજપને મળ્યા છે, જે અંદાજે રૂ. ૨૫૯.૦૮ કરોડ છે, જ્યારે બીઆરએસને રૂ. ૯૦ કરોડ અથવા કુલ દાનના આશરે ૨૫ ટકા મળ્યા છે.એડીઆર અહેવાલમાં જણાવાયું છે કે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ૨૦૨૧-૨૨માં ભાજપને રૂ. ૩૩૬.૫૦ કરોડની સરખામણીએ રૂ. ૨૫૬.૨૫ કરોડનું દાન આપ્યું હતું, જ્યારે સમાજ ઇટી એસોસિએશને ૨૦૨૨-૨૩માં ભાજપને તેની કુલ આવકમાંથી રૂ. ૧.૫૦ કરોડનું દાન આપ્યું હતું.