વર્ષ ૨૦૧૦ના મારામારીના કેસમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દોષિત જાહેર

સોમનાથ,

કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. માળિયા હાટીના કોર્ટે તેમને ૨૦૧૦ના મારામારી કેસમાં દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોની સજા અંગે કોર્ટ સાંજ સુધીમાં સુનાવણી હાથ ધરશે.

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ૨૦૧૦ના મારામારીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યાં છે. ૨૦૧૦માં માળિયા તાલુકામાં મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં વિમલ ચુડાસમાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં.

૨૦૧૦માં હોલીડે કેમ્પ ખાતે કોઈ મામલાને લઈને મીત વૈધ અને હરીશ ચુડાસમાં પર હુમલો કરાયો હતો. આ કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની આજે કોર્ટે સુનાવણી હાથ ધરતાં વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યાં છે.