મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના પગલે અડધું મહારાષ્ટ્ર જળબમ્બાકાર થઇ ગયું છે, તો ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે.રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે આજે જાણકારી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 76 લોકોના મૃત્યુ થયા છે. 38 લોકો ઘાયલ થયા છે, અને 59 લોકો હજુ પણ લાપતા છે; NDRF ની ટીમ સહિત અન્ય ટીમ પણ તપાસમાં લાગી છે.રેસ્ક્યુ ટીમના પ્રવક્તાઓએ જણાવ્યું કે, 149 ટીમ અત્યારે આખા દેશમાં કામ કરી રહી છે. અત્યારે ટીમ દ્વારા 52 શબ કાઢવામાં આવ્યા છે. હાલમાં, લાપતા લોકોની તલાશ ચાલુ છે. મુંબઈ ખાતે વર્લીમાં ફ્લેટ તૂટી પડતા 4 લોકોના મોત થયા છે. ઘટનાનો જાયજો લેવા માટે આદિત્ય ઠાકરે પહોંચ્યા છે.
રાયગઢ જિલ્લા ખાતે સૌથી વધુ વરસાદ પડયો છે. ત્યાં 47 લોકોના મૃત્યુ થયા છે. ગુરુવાર ભૂસ્ખલન થતા 37 લોકોના મોત થયા છે.અજિત પવારે પુણે ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, છેલ્લા 4 દિવસોમાં ભારે વરસાદથી 90000 લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. તટીય કોંકણ ક્ષેત્ર અને રાયગઢ, રત્નાગીરી, કોલ્હાપુર ખાતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરાઈ છે.સાતારા જિલ્લામ પણ પરિસ્થિતિ ખૂબ કથળી છે. NDRF ની 21 થી વધુ ટીમ અત્યારે જોડાયેલી છે.
અત્યાર સુધીમાં 90000 લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. 75 પશુ પણ માર્યા ગયા છે, પુણે જિલ્લાના 23 ગામોમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ બની છે.અજિત પવારે આગળ જણાવ્યું કે, રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાં રાશન કીટસ પહોંચાડી છે. લોકોને ખીચડી તૈયાર કરવા માટે દાળ, ચોખા અને કેરોસીન પણ આપવામાં આવ્યા છે.