વરસાદ રોકાતા ખેતી ક્ષેત્રે થયેલા નુક્સાન માટે સર્વે હાથ ધરાશે,કૃષિ પ્રધાન

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વ્યાપક વરસાદને કારણે ખેતીક્ષેત્રે નુક્સાન થવા પામ્યુ હોવાનુ સ્વીકારતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે, હાલમાં વરસાદની સ્થિતિ યથાવત છે. વરસાદ રોકાઈ જાય તે બાદ, ખેતી ક્ષેત્રે થયેલા નુક્સાનનો સર્વે કરવામાં આવશે. સર્વેના આધારે નુક્સાન મુજબ ખેડૂતોને આથક વળતર આપવામાં આવશે.

ગુજરાતમાં સર્જાયેલ વરસાદી સ્થિતિની સમિક્ષા માટે રાજકોટ આવેલા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે, પત્રકારોને કહ્યું હતું કે, રાજકોટમાં પડેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક તંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું. સામાજીક સેવાભાવી સંસ્થાઓ પણ તંત્રની મદદે આવીને ફુડ પેકેટનું વિતરણ કર્યું છે.