- રાજ્યમાં ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થશે
- અંબાલાલ પટેલએ કરી આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે.
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાથે જ વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.