પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોક્સભા સીટ પરથી સતત ત્રીજીવાર જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ૬ લાખ ૧૨ હજાર ૯૭૦ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને ૪ લાખ ૬૦ હજાર ૪૫૭ મત મળ્યા છે. પીએમ મોદીએ વારાણસી સીટ પરથી ૧ લાખ ૫૨ હજાર ૫૧૩ મતથી જીત મેળવી છે. પરંતુ ૨૦૧૯ની તુલનામાં પીએમ મોદીની લીડમાં ૩ લાખનો ઘટાડો થયો છે.
હકીક્તમાં પીએમ મોદી આ પહેલા વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં જીત મેળવી સંસદમાં પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી એક સીટથી જીતનાર ત્રીજા પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરૂ અને અટલ બિહારી વાજપેયીના નામે છે. નેગરૂ ત્રણવાર ફૂલપુર સીટથી સાંસદ બન્યા હતા, જ્યારે અટલજીએ લખનઉ સીટથી પાંચ વખત જીત મેળવી હતી.
કોને મળ્યા કેટલા મત
નરેન્દ્ર મોદી- ૬૧૨૯૭૦
અજય રાય- ૪૬૦૪૫૭
અતહર જમાલ લારી- ૩૩૭૬૬
પીએમ મોદીની જીત પર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વારાણસી લોક્સભા સીટથી ઉમેદવાર અજય રાયે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ૩ કલાક સુધી પીએમ મોદી પાછળ ચાલી રહ્યાં હતા. ૧.૫ લાખ મતથી જીતવામાં સફળતા મળી છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી ૪ લાખ મતથી જીતી રહ્યાં છે. આ સાબિત કરે છે કે રાહુલ ગાંધીની ભારતમાં લોકપ્રિયતા મોદીથી વધુ છે.