- હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને ૩૧ વર્ષ બાદ ન્યાય મળવાનો દાવો કર્યો છે. અહીં નવેમ્બર ૧૯૯૩ સુધી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
વારાણસી, વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની તરફેણમાં મોટો નિર્ણય આપ્યો છે. જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિંદુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા પ્રશાસનને ૭ દિવસની અંદર બેરિકેડિંગમાં વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્ર્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને ૩૧ વર્ષ બાદ ન્યાય મળવાનો દાવો કર્યો છે. અહીં નવેમ્બર ૧૯૯૩ સુધી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
આ મામલે હિન્દુ પક્ષનો દાવો છે કે નવેમ્બર ૧૯૯૩ પહેલા તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા વ્યાસ ભોંયરામાં પૂજા બંધ કરી દેવામાં આવી હતી. જેને ફરી શરૂ કરવાનો અધિકાર આપવો જોઇએ. સાથે જ આ જ મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વોરશિપ એક્ટનો હવાલો આપીને અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઇ રિપોર્ટ જાહેર કરી દેવાયો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કર્યો છે કે એએઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્ઞાનવાપીની પશ્ર્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે. અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યાં હતા. ૮૩૯ પાનાના આ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે. દિવાલોથી શિખર સુધી જ્ઞાનવાપીની વિગતો એએસઆઈ દ્વારા તેમાં લખવામાં આવી છે. જ્ઞાનવાપીની અંદર એએસઆઈને શું મળ્યું અને તે શું જોયું તે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. અહીંથી જે વસ્તુઓ મળી આવી હતી તે પહેલાથી જ પ્રશાસનની કસ્ટડીમાં આપી દેવામાં આવી છે. વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે એએસઆઈના અહેવાલ મુજબ, હાલનું માળખું બાંધવામાં આવ્યું તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મંદિરમાં એક મોટો મય ખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો. ૧૭મી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે. હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ ૧૬૬૯માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે. ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે. ઘણી જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઘણા સ્તંભો પર દેવી-દેવતાઓની છબીઓ મળી આવી છે. દેવનાગરી અને સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે. નાગર શૈલીની પણ ચીજો મળી છે જે હજાર વર્ષ જુની છે જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે.
જ્ઞાનવાપીની પશ્ર્ચિમી ૩૨ શિલાલેખો મળી આવ્યા છે જે એક જૂના હિન્દુ મંદિરના છે. દેવનાગરી લખાણ, તેલુગુ કન્નડના શિલાલેખો મળી આવ્યા છે. સર્વે દરમિયાન, એક પથ્થર મળી આવ્યો, એક શિલાલેખ મળી આવ્યો, જેનો તૂટેલો ભાગ પહેલેથી જ એએસઆઈ પાસે હતો. પહેલાના મંદિરના થાંભલાનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ભોંયરામાં હિન્દુ દેવી-દેવતાઓની મૂતઓ મળી આવી છે, જેને ભોંયરાની નીચે માટીથી લાદી દેવાઈ હતી. પશ્ર્ચિમી દિવાલ એ હિન્દુ મંદિરનો એક ભાગ છે તે પુષ્કળ સ્પષ્ટ છે.
એએસઆઇએ કાશી વિશ્ર્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી પરિસરનો ૩ મહિના વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો. ૧૭મી સદીની આ મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરના અગાઉથી અસ્તિત્વમાં રહેલા માળખા પર તો નથી કરવામાં આવ્યુંને તે વાત શોધી કાઢવા માટે આ સર્વે કરાયો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે આ પગલું ન્યાયના હિતમાં જરૂરી છે અને આ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ફાયદો થશે તે પછી આ સર્વેક્ષણ શરૂ થયું હતું.અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી સમિતિએ આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓગસ્ટમાં એએસઆઈ સર્વે અંગે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો.જ્ઞાનવાપી વિવાદને લઈને હિન્દુ પક્ષ કહે છે કે વિવાદિત માળખાની નીચે ૧૦૦ ફૂટ ઊંચુ આદિ વિશ્ર્વેશ્ર્વરનું સ્વયંભૂ જ્યોતિલગ છે. કાશી વિશ્ર્વનાથ મંદિરનું નિર્માણ લગભગ ૨૦૫૦ વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ ૧૬૬૪માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે. અરજદારે માગણી કરી હતી જ્ઞાનવાપી પરિસરનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરી એ જાણકારી મેળવવામાં આવે કે જમીનની અંદરના ભાગમાં મંદિરના અવશેષ છે કે નહીં. વિવાદિત માળખાની ફર્શ તોડીને પણ જાણવામાં આવે કે ૧૦૦ ફૂટ ઊંચું જ્યોતિલગ સ્વયંભૂ વિશ્ર્વેશ્ર્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરીને જાણકારી મેળવવામાં આવે કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે કાશી વિશ્ર્વનાથ મંદિરના અવશેષોની પર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દલીલો બાદ કોર્ટે પુરાતત્વ ખાતાને જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.