વાપી,વાપીમાં કૌટુંબિક બહેનના અન્ય ઈસમ સાથે સંબંધને કારણે સમગ્ર પરિવાર વેરવિખેર થયો હોવાની ઘટના બની છે. વલસાડ જિલ્લાના વાપીમાં મોટા ભાઈએ, નાના ભાઈની હત્યા કરતા ચકચાર મચી છે. સળિયા વડે માર મારી નાના ભાઇને મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી. વાપીના બલિઠા વિસ્તારમાં મોટા ભાઇએ સળિયા વડે માર મારી નાના ભાઇને મોતને ઘાટ ઉતારી દીધો છે. કૌટુંબિક બહેનના અન્ય સંબંધી સાથે સંબંધ હોવાનું જણાઈ આવ્યું હતું. બલીઠા વિસ્તારમાં શિલ્પેશ પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મહત્વનુ છે કે, બહેનના સંબંધને કારણે બે ભાઈઓ વચ્ચે અડધી રાત્રે તકરાર થઇ હતી. આ તકરાર ખૂની ખેલ ક્યારે બન્યો તેની જાણ પણ નહીં થઈ અને બે ભાઈના સંબંધો લોહિયાળ જંગમાં ફેરવાઇ ગયા હતા.
કૌટુંબિક બહેનના સંબંધો બાબતે બે ભાઈઑ વચ્ચે વાત ચાલી રહી હતી અચાનક જ આ વાત મારપીટમાં ફેરવાઇ હતી. નજીવી બાબતની આ તકરારે હિંસક રૂપ ધારણ કર્યું અને પરિવાર વિખાયો હતો. સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે આરોપી સચીન પટેલની ધરપકડ કરી લીધી છે. મહત્વપૂર્ણ છે કે એક ભાઇની હત્યા થઇ અને બીજો ભાઇ જેલમાં જશે. એક નાની બબાલે હસ્તા ખેલતા પરિવારને વીંખી નાખ્યો.