વલસાડ, ગુજરાતમાં ઠેક ઠેકાણે ડ્રગ્સનો વ્યાપારનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાપી જીઆઇડીસીની પ્રાઇમ પોલિમરમાથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કંપની માલિકના ઘર ઓફીસ સહિત કંપની પર ડીઆરઆઇએ રેડ કરી કાર્યવાહી કરી છે. જે કાર્યવાહીમાં ૩ લોકો સામે કાર્યવાહી કરી છે. પાછલા ૧૫ દિવસમાં ડીઆરઆઈની આ ત્રીજી મોટી કાર્યવાહી છે.
વાપી જીઆઇડીસીની પ્રાઇમ પોલિમરમાથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ઝડપાયું છે. કંપની માલિકના ઘર ઓફીસ સહિત કંપની પર ડીઆરઆઇએ રેડ કરી. ૧૨૧ કિલો મેફેડ્રોન સહિત ૧૮ લાખ રૂપિયા પણ કબ્જે કર્યા છે. પાછલા ૧૫ દિવસમાં ડીઆરઆઈની આ ત્રીજી મોટી કાર્યવાહી છે. મહત્વનુ છે કે ડીઆરઆઇ દ્રારા વાપી,મુંબઈ અને અમદાવાદ ખાતે તપાસ હાથ ધરાઈ હતી.
ડીઆરઆઇ દ્રારા વાપી ખાતે ડ્રગ્સ બનાવતી કંપની ઝડપી પાડી છે જેમાં ૧૮૦ કરોડ થી વધુની કિંમત નું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ૧૮ લાખ રોકડ રકમ પણ મળી આવી હતી. અગાઉ મુંબઈ ખાતે ૪૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. હાલમાં મળતી માહિતી મુજબ ડ્રગ્સની કાર્યવાહીમાં ૩ લોકોની ડીઆરઆઇએ ધરપકડ કરી છે.