વનવિભાગની બેદરકારી કે દિપડાની ચાલાકી : ફરી એકવાર પાંજરામાંથી બકરીનું મારણ કરી દીપડો નાસી છુટ્યો

  • બકરીનું મારણ કરવા દિપડો પાંજરામાં આવ્યા પણ પાંજરું બંધ ન થયું.
  • દિપડાને પકડવાના પ્રયાસ નિષ્ફળ રહેતા ગ્રામજનોનો ભય વધ્યો.

ગોધરા,
ધોધંબા પંથકમાં છેલ્લા બે સપ્તાહથી આદમખોર દિપડાની દહેશત થી લોકો ફફડી રહ્યા છે. વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવાના પ્રયાસો નિષ્ફળ રહેતા પંચમહાલ વન વિભાગ દ્વારા સુરતવન વિભાગની એકસપર્ટ ટીમ તેમજ દે.બારીઆ વન વિભાગના વનકર્મીઓ મળીને પાંચ ટીમો આદમખોર દિપડાને પકડવા કામે લાગી છે. ત્યારે ગોયાસુંડલ ગામે દિપડાને પાંજરે પુરવા માટે મુકાયેલ પાંજરામાં બકરું મૂકવામાં આવ્યું હતું. ગતરાત્રીના સમયે શાતિર દિપડો બીજી વખત પાંજરામાંથી બકરાનું મારણ કરી નાશી છુટવામાં સફળ રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે. આદમખોર માનવભક્ષી દિપડો પાંજરે પુરાશે ખરા ?

ધોધંબાના અંતરીયાળ ગામો જંગલને અડીને આવેલ છે. આવા ગામોમાં છેલ્લા બે સપ્તાહથી આદમખોર દિપડા એ આતંક મચાવી મૂકયો છે. માનવભક્ષી દિપડા એ બે માસૂમ બાળકોના જીવ લીધા છે. તેમજ અત્યાર સુધી ૭ જેટલા વ્યકિતઓ ઉપર દિપડા એ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે આદમખોર દિપડાને પાંજરે પુરવા માટે વન વિભાગે પ્રયાસો કર્યા છે. વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવીને દિપડાને પકડવાના પ્રયાસો કર્યા હતા. તેમાં ગોયાસુંડલ ગામે દિપડાને પકડવા મુકાયેલ પાંજરામંાથી બકરીનું મારણ કરીને શાતિર દિપડો નાશી છુટીયો હતો અને માનવ વસ્તીમાં લોકો ઉપર દિપડાના હુમલાઓ ચાલુ રહ્યા હતા. દિપડાને પાંજરે પુરવા અને દિપડાનું લોકેશન મેળવવા નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. તેમ છતાં દિપડાના સગડ નહિ મળતાં પંચમહાલ વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા માટે સુરત વનત વિભાગની એકસપર્ટ ટીમ તેમજ દે.બારીઆ વન વિભાગની ટીમને દિપડાને પકડવા માટે મદદ લેવામાં આવી છે.

સુરત વન વિભાગના ધોધંબા જંગલમાં દિપડાને પકડવા માટે પહોંચેલ ટીમે દિપડાના હુમલાવાળા ગામોની મુલાકાત લીધ હતી. સાથે દિપડાને પકડવા માટે મુકવામાં આવેલ પાંજરાઓના સ્થળ બદલીને સંભવિત દિપડાની અવર જવર રહેતી હોય તેવા સ્થળો એ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સુરત વન વિભાગની એકસપર્ટ ટીમ અને સ્થાનિક વન વિભાગે સાથે મળીને ગોયાસુંડલ ગામે મુકવામાં આવેલ પાંજરામાં દિપડાને પકડવા માટે બકરું મૂકવામાં આવ્યું હતું. ગતરાત્રી એ શાતિર દિપડો ફરી ગોયાસુંડલ ગામ પાસે મુકવામાં આવેલ પાંજરામાંથી બકરીનું મારણ કરીને પાંજરામાંથી આબાદ બહાર નિકળી નાશી છુટીયો હતો.

વન વિભાગ દ્વારા આદમખોર દિપડાને પકડવા માટે મુકવામા પાંજરાની જાળી દિપડાના પાંજરામાં પ્રવેશ પછી પણ બંધ થતી નથી. જેને લઈ બીજી વખત પાંજરામાં આવીને શાતિર દિપડો બકરાનું મારણ કરીને જંગલમાં નાશી છુટીયો છે. ત્યારે પ્રશ્ર્ન થઈ રહયો છે કે વન વિભાગ દ્વારા દિપડાને પકડવાના પ્રયાસોમાં સફળ થશે ખરું ? કારણ કે દિપડાને પાંજરે પુરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે તે પાંજરાઓની જાળી બંધ થતી નથી. તો દિપડો પકડાશે કેવી રીતે શું દિપડાને પાંજરા સમયે બંધ થશે કે કેમ તેની તપાસ વન વિભાગ કરીને દિપડાને પકડવાના પ્રસાયો કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. વન વિભાગ આદમખોર દિપડાને પકડવા માટે જેટલો સમય લઈ રહ્યો છે. તેટલા સમયમાં અન્ય કોઈ વ્યકિત દિપડાના હુમલાનો ભોગ ન બને તેને લઈ ગ્રામજનો ભય થી કંપી રહ્યા છે.

દિપડાનું પગેરું મેળવા પાંચ ટ્રેપ કેમેરા ૧ સીસીટીવી ગોઠવાયો….

ધોધંબા જંગલમાં દિપડાને પકડવા માટે તેમજ ગતિવિધી જાણવા માટે ૫ જેટલા ટ્રેપ કેમેરા તેમજ ૧ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. છતાં શાતિર દિપડો કેમેરામાં આવતો નથી છતાં દિપડા હોવાના સંકેત મળી રહ્યા છે.

દિપડાને પકડવા ટ્રેકયુલઝર ગત સાથે ટીમના ધામા…..

આદમખોર માનવભક્ષી દિપડાને પકડવા માટે સુરત વન વિભાગની એકસપર્ટ ટીમ ધોધંબાના જંગલો ખૂદી રહી છે. ૧ ટ્રેકયુલઝર ગત સાથે દિપડાને પકડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુ એક વખત પાંજરામાંથી બકરીનું મારણ કરી દિપડો નીકળી ગયો….

ગોયાસુંડલ ગામે દિપડાને પકડવા મુકવામાં આવેલ પાંજરામાંથી ગતરાત્રીના સમયે દિપડો પાંજરામાંથી બકરાનું મારણ કરવામાં પાંજરા આવ્યા તો ખરાં પણ પાંજરું પણ બંધ ન થયું. જેને લઈ બકરાનું મારણ કરી બીજી વખતે દિપડો પાંજરામાંથી નિકળી બચી ગયો.

ધોધંબા પંથકમાં દિપડા આંતક થી લોકો ભયભીત છે…..

આદમખોર માનવભક્ષી બનેલ દિપડાને પકડવા માટે છ જેટલા દિપડાને પકડવા મુકેલ પાંજરા હલ્કી ગુણવત્તાના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમાં ગોયાસુંડલ બાળકને મોતને ધાટ ઉતારવાની ધટનાવાળા ગામે વન વિભાગે પાંજરું મુકેલ છે. પાંજરા હલ્કી ગુણવત્તાના હોવાનું લાગી રહ્યું છે. હિંસક પ્રાણીઓને પાંજરે મુકવા માટે ઉપયોગમાં લેવાતું પાંજરું સમયસર બંધ ન થાય તેવી ધટના એકવાર નહીં પણ બે વાર બની છે. ત્યારે વન વિભાગ દિપડાને પકડતા પહેલા પાંજરાના દરવાજા સમયસર બંધ થાય તેવી ઉપર ધ્યાને આવે તે જરૂરી છે.

રિપોર્ટર : યોગેશ કનોજીયા