છેલ્લા ચાર વર્ષથી સ્ટાર પ્લસ પર અનુપમા શો ચાલી રહ્યો છે. એક સમય હતો જ્યારે અનુપમા શો ટીઆરપીના લિસ્ટમાં નંબર વન શો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી શોમાં જે નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે તેને લઈને અનુપમા શો ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યો છે. શોમાં થયેલા કેટલાક ફેરફાર દર્શકોને પસંદ નથી પડી રહ્યા તો કેટલાક ફેરફાર શોને આગળ વધારી રહ્યા છે. આ બધી જ માથાકૂટમાં તારક મેહતા શોની જેમ હવે અનુપમા શોના કલાકારો પણ શો છોડવા લાગ્યા છે.
અનુપમા શો માંથી અત્યાર સુધીમાં ઘણા કલાકારો નીકળી ચૂક્યા છે. તેમાં વધુ એકવાર વધારો થયો છે. આ વખતે શોમાંથી મુખ્ય પાત્ર એવા વનરાજે અલવિદા કહી દીધું છે. વનરાજના પાત્રમાં છેલ્લા ચાર વર્ષથી સુધાંશુ પાંડે જોવા મળતો હતો. પરંતુ રક્ષાબંધનથી જ સુધાંશુ પાંડે અનુપમા ટીમમાંથી નીકળી ગયો છે. આ વાતની પુષ્ટિ ખુદ સુધાંશુ પાંડે એ કરી છે.
સુધાંશુ પાંડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે જરૂરી અનાઉન્સમેન્ટ કરતા કહ્યું હતું કે તેણે અનુપમા શો છોડી દીધો છે. સુધાંશુ એ વીડિયોમાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી અનુપમા શો સાથે તે જોડાયેલો હતો તેના પાત્ર વનરાજને લોકોની નારાજગી પણ મળી અને પ્રેમ પણ મળ્યો. જે નારાજગી મળી તે પણ ખૂબ જ ખાસ છે કારણ કે જો લોકો તેનાથી નારાજ ન થયા હોત તો એવું સાબિત થયું હોત કે તેણે વનરાજ તરીકે કામ બરાબર નથી કર્યું.
આ વાત કરતા સુધાંશુ પાંડેએ જણાવ્યું કે અનુપમા શો તે રક્ષાબંધનથી છોડી ચૂક્યો છે. આ મેસેજ છે એટલા માટે શેર કરે છે કે તેના ચાહકોને એ વાત ખબર પડે કે હવે તે અનુપમા શોમાં જોવા નહીં મળે. મહત્વનું છે કે સુધાંશુ પાંડે એવું પણ જણાવ્યું કે બેન્ડ બોયઝ કમ બેક કરી રહ્યું છે. અને તે ફરીથી બેન્ડ બોયઝ સાથે જોડાઈ રહ્યો છે. તેથી તે અનુપમા શો છોડી રહ્યો છે. બેન્ડ બોયઝ નું પહેલું ગીત રિલીઝ પણ થઈ ચૂક્યું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જે અનુપમા શોમાં અત્યાર સુધીમાં ઘણા બધા પાત્રો બદલી ચૂક્યા છે. જેમાં પાંખી, સમર, તોષુ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. અને હવે છેલ્લે સુધાંશુ પાંડે એટલે કે વનરાજ પણ અનુપમા શોને છોડી ચૂક્યો છે.