બાલાસીનોર, બાલાસિનોર ગળતેશ્ર્વર તાલુકાના છેવાડાના વનોડા ગામમાં યોગેશભાઈ ડી.પટેલ પરબિયાવાળાના સૌજન્યથી લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા નેત્ર નિદાન, ચશ્મા વિતરણ અને સર્વ રોગ નિદાન યોજાયો હતો. વનોડામાં બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા યોગેશ પટેલ પરબીયાવાળાનાં સૌજન્યથી નેત્ર નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં અંધજન મંડળ નડિયાદના સમીરભાઇ મેહતા દ્વારા 435 વ્યક્તિઓનું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું અને 409 વ્યક્તિઓને વિનામૂલ્યે આંખના નંબર કાઢી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કઆ સાથે સરકારી હોમિયોપેથીક દવાખાના ઠાસરાના ડો. જીગ્નેશ શાહ દ્વારા હોમિયોપોથી સારવાર કેમ્પમાં 72 દર્દીઓને તપાસી જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્ય દવાઓ આવી હતી.