ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર : 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ.

  • વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થયો
  • 5 ઓક્ટોબરથી શરુ થશે 
  • 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
  • 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે ફાઈનલ 

ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો 15 ઓક્ટોબરે મેચ રમશે. 

2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ 
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.