વંદના વિધાલય, કેવડીયા ખાતે શાળાના બાળકોનું સન્માન કરવામાં આવ્યું

કેવડીયા, વંદના વિધાલય, કેવડીયા ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના અઘ્યક્ષ સ્થાને શાળાના વિદ્યાર્થીઓનું વિવિધ પ્રવુતિઓ અંતર્ગત સન્માન કરવાંમાં આવ્યું. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આગમી બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી તેમનું વિદાય સમારંભ રાખવામાં આવેલ . આ પ્રસંગે બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ આર.જે. બારીઆ દ્વારા બાળકોને માર્ગદર્શન આપેલ અને શાળામાં જુદી જુદી પ્રવુતિઓ અગ્રેસર બાળકોને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. આ પ્રંગેને શાળાના બાળકો, વાલીઓ અને શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.