દાહોદ, વન પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષોના ઉછેર અને જતન માટે વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાંના દાહોદના ધાનપુર તાલુકામાં જાબું મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા અભેસિંહ નવલસિંહે સરકારની વનવિભાગ દ્વારા 1,000 રોપા માટે નર્સરીની યોજનાનો લાભ લીધો છે અને એ માટે તેમને રૂ. 67,000/- ની સહાય આપવામાં આવી છે. તેઓ આ યોજનાનો લાભ આપવા માટે સરકારનો ખૂબ ધન્યવાદ પાઠવે છે.