વનવિભાગ બારીયા દ્વારા વન્યપ્રાણીઓને ખોરાક મળે અને ગામડાના લોકોને પૂરક રોજગારી મળી રહે તેવા ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું

  • વન્યપ્રાણીઓ ને પણ ખોરાક મળે તેવું વન વિભાગ બારીયા નું મોટુ પ્રયોજન.

દાહોદ, વન વિભાગ બારીયામાં દાહોદ જીલ્લાના કુલ ગામો : 692નો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ફોરેસ્ટના ગામો : 433ની ગણતરી સરકારમાં કરાઈ છે. દાહોદ જીલ્લાનો કુલ વિસ્તાર હેકટર : 364600,00 : છે. જેમાં ફોરેસ્ટ વિસ્તાર હેકટર : 81537.03 છે. જયારે દાહોદ જીલ્લામાં 9 તાલુકા આવેલ છે. જેમાં બારીયા વન વિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચો.કિ.મીનો છે, જે બારીયા તાલુકામાં-144.86.ચો.કિ.મી, ઘાનપુર-127.77ચો.કિ.મી,દાહોદ-123.64 ચો.કિ.મી, ઝાલોદ-94.64 ચો.કિ.મી, ફતેપુરા-40.66 ચો.કિ.મી, સંજેલી-61.00 ચો.કિ.મી, ગરબાડા-ચો.કિ.મી, લીમખેડા-108.74 ચો.કિ.મી, સીંગવડ-ચો.કિ.મી, આમ કુલ : 13 રેન્જ વન વિભાગ બારીયામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. સને: 2023ના ચોમાસામાં 29 જાતોના રોપા કુલ 10,28,828 જે ફળાઉ, ઔષઘીય, ઇમારતીના રોપા, હેકટર1377 માં વાવેતર કરેલ છે. તે પૈકી ફળાઉ રોપાની 18 જાતના, 52565 નંગ, હૈ.56.50માં વાવેતર કરેલ જેમાં મુખ્યત્વે જાંબુ, ગુંદા, સીતાફળ, મહુડા, કડાયો, ટેટ, ટીમરૂ, બહેડા, આમળા, કરમદા વિગેરે રોપા વાવેતર કરવાથી વન્યપ્રાણીઓને ખોરાક સહેલાઇથી મળી રહે તથા ગામ લોકોને જંગલ માંથી ઉત્પન થતા ફળો મેળવી તેનું બજારમાં વેચાણ કરી પોતાની આવકમાં વધારો કરી જીવન નિર્વાહ કરી જીવન ધોરણ ઉંચુ લાવી શકે. ગામ લોકો ચરિયાણ, દવ, કટીંગ, તથા જંગલની સાચવણીમાં મદદ રૂપ થાય છે. જેને કારણે લોકો પ્રત્યે વન વિભાગમાં લાગણી વધેલ છે તથા જંગલની સાચવણી કરવાથી ગાંઢ જંગલ ઉભું થઈ રહ્યું છે.

આમ બારીયા વન વિભાગ પર્યાવરણની સુરક્ષા કરવા માટે અને વૃક્ષારોપણ વઘારી હરીયાળી લાવવા માટે સતત પ્રયત્ન વનવિભાગ બારીયા દ્વારા કરવામાં આવી રહેલ છે. વર્ષ 2016માં વન્ય પ્રાણીઓમાં દીપડા-137, રીંછ-41, નીલગાય-930, ઝરખ-2848, અન્ય જીવ-2848 ની સંખ્યા નોંધાઈ હતી. જયારે વર્ષ 2021ની ગણતરી મુજબ દીપડા-143, રીંછ-52, નીલગાય-1687, ઝરખ-3239 અન્ય જીવ 3239ની સંખ્યાની ગણતરી થઈ હતી અને વર્ષ 2023 માં દીપડા-156, રીંછ-52, નીલગાય-7309, ઝરખ-5623, અન્ય જીવ-5653 ની સંખ્યા નોંધાઈ છે.

આમ, બારીયા વન વિભાગમાં વન્યપ્રાણીની સંખ્યામાં વર્ષ 2016-2021-2023માં વન્યપ્રાણી ગણતરીના આંકડા જોતા છેલ્લા સાત વર્ષોમાં વન્યપ્રાણીની વસ્તીમાં ઉત્તરોતર વધારો જોવા મળેલ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તીની દ્રષ્ટિએ દાહોદ જીલ્લો બીજા નંબર પર આવેલ છે અને હાલમાં પણ દીપડાની વસ્તીમાં વધારો થતો રહેલ છે. વન વિભાગ બારીયા દ્વારા વન્યપ્રાણીઓના ખોરાક માટે 10 લાખ ઉપરાંત નવા ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું વનવિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર.એમ.પરમારે જણાવ્યું હતું.