દાહોદ, વન સેતુ ચેતના યાત્રા સરકાર દ્વારા ઉમરગામ થી અંબાજી 13 જીલ્લામાં આયોજન કરેલ છે. ઉંડાણના આદિવાસી વિસ્તારમાં સરકારની આ વિસ્તારને લગત યોજનાઓ લોકો સુધી પહોંચે અને વડાપ્રધાન દ્વારા અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમનો સંદેશ પણ ઉંડાણ લોકો સુધી પહોંચે તે હેતું થી આ યાત્રાનું આયોજન કરેલ છે. આ યાત્રા તા.18.1.24 ઉનાઈ જીલ્લો-નવસારી શરૂ થઈ તા.22.1.24ના રોજ અંબાજી જી.બનાસકાંઠા પહોંચશે.દાહોદ જીલ્લામાં તા.20,21.1.24 માં પસાર થશે. શરૂઆત બારીયા તાલુકાના સેવનિયા થશે. રતનમહાલ તા. ધાનપુર રાત્રી રોકાણ કરી 21.1.24 ના રોજ ધાનપુર, ગરબાડા, સતી તોરલ હોટલ, દાહોદ, લીમડી, સુખસર, ફતેપુરા થઈ માનગઢ જીલ્લો-મહીસાગર જશે અને ત્યાંથી નિર્ધારિત રૂટ મુજબ આગળ વધશે. દાહોદ જીલ્લામાં કુલ છ સ્થળો પર યાત્રા નું સ્વાગત થશે.1000 થી 1500 લોકો દ્વારા દરેક સ્થળે યાત્રા નું સ્વાગત થશે.