
ફતેપુરા, ફતેપુરા તાલુકામાં આવેલ વલુંડી પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોએ રક્ષાબંધનના પવિત્ર ઉત્સવની દેશભક્તિના માહોલમાં વૈદિક મંત્રોચ્ચાર કરીને એક બીજાને રાખડી બાંધીને ઉજવણી કરી છે. રક્ષાબંધન પર્વની ઉજવણીના મહત્ત્વ વિશે શાળાના આચાર્ય ચીમનભાઈ ભાભોર દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ ભારત માતાની જયના નારાઓ સાથે રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ પણ લીધો હતો. વિદ્યાર્થીઓએ એક બીજાને રક્ષા બાંધી મોં મીઠું કરાવ્યું હતું. શાળાના બાળકોએ રક્ષાબંધન ઉપર નિબંધ પણ લખ્યો હતો. શાળામાં ઉજવણીનો માહોલ જોવા મળતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સદાય તન, મન અને ધનથી સમર્પિત થઈને એક બીજા પ્રત્યે પ્રેમ, આદર ભાવથી સાથે મળીને કામ કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો.