વલસાડ,
હાલ ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈને ઘણી વાયકાઓ છે. આજે રાજકારણની એવી જ એક રસપ્રદ કહાની વિશે જાણીશું. ગુજરાતની એક એવી બેઠકની વાત કરીશું જે રાજકીય પક્ષો માટે શુકનિયાળ માનવામાં આવે છે. કઈ છે એ બેઠક આવો જોઈએ.
જેમ ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસસ્થાન માટે માન્યતા છે એવી જ રીતે ગુજરાતમાં અને દેશમાં કોની સરકાર બનશે એ માટે પણ એક માન્યતા છે. અને એ માન્યતા એવી છે કે વલસાડમાં ધારાસભ્ય જે પક્ષનો ચૂંટાય રાજ્યમાં સરકાર એની બને અને વલસાડ લોક્સભા ક્ષેત્રમાં સાંસદ જે પક્ષનો ચૂંટાય કેન્દ્રમાં એ પક્ષની સરકાર રચાય.
શરૂઆતથી વાત કરીએ તો ૧૯૬૨માં કોંગ્રેસમાંથી સુવાસબેન અરવિંદ મજમુદાર, ૧૯૬૭માં કોંગ્રેસમાંથી કેશવભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને આ બંને વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની. કોંગ્રેસના બે ફાંટા પછી કેશવભાઈ પટેલ ૧૯૭૨ અને ૧૯૭૫માં સંસ્થા કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. ૧૯૮૦ માં ફરી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા દોલતભાઈ નાથુભાઈ દેસાઈ અને ગુજરાતમાં બની કોંગ્રેસની સરકાર. ૧૯૮૫માં કોંગ્રેસની ટિકિટ પરથી બરજોરજી પારડીવાલા ધારાસભ્ય પદે ચૂંટાયા અને ગુજરાતમાં ફરીથી કોંગ્રેસની સરકાર બની. ૧૯૯૦માં બરજોરજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપની ટિકિટ પર ચૂંટાયા તો ગુજરાતમાં જનતાદળ ગુજરાત અને ભાજપની સંયુક્ત સરકાર બની અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. ન માત્ર વિધાનસભા પરંતુ વલસાડ લોક્સભા ક્ષેત્રમાં જે પણ સાંસદ બને છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બનવાની વાયકા છે.
વલસાડમાં કોંગ્રેસના સ્ન્છ ચૂંટાયા અને સરકાર બની
વર્ષ ધારાસભ્ય સરકાર
૧૯૬૨ સુવાસબેન મજમુદાર કોંગ્રેસ
૧૯૬૭ કેશવભાઈ પટેલ કોંગ્રેસ
૧૯૭૨ કેશવભાઈ પટેલ કોંગ્રેસ
૧૯૭૫ કેશવભાઈ પટેલ કોંગ્રેસ
૧૯૮૦ દોલતભાઈ દેસાઈ કોંગ્રેસ
૧૯૮૫ બરજોરજી પારડીવાલા કોંગ્રેસ
વલસાડમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા અને સરકાર બની
વર્ષ ધારસભ્ય સરકાર
૧૯૯૦ બરજોરજી પારડીવાલા ભાજપ
૧૯૯૫ દોલતભાઈ દેસાઈ ભાજપ
૧૯૯૮ દોલતભાઈ દેસાઈ ભાજપ
૨૦૦૭ દોલતભાઈ દેસાઈ ભાજપ
૨૦૦૭ દોલતભાઈ દેસાઈ ભાજપ
૨૦૧૨ ભરતભાઈ પટેલ ભાજપ
૨૦૧૭ ભરતભાઈ પટેલ ભાજપ