વલસાડ, લોક્સભાની ચૂંટણી જીતવા લોકો જાતજાતના કિમીયા અપનાવતા હોય છે. ત્યારે વલસાડ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારનો એક વીડિયો સામે આવ્યો છે. ઉમેદવાર ધવલ પટેલ સુપર મારીયો ગેમમાં મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે.
વલસાડ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ આગવી શૈલીથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ પ્રચાર માટે સુપર મારીયો ગેમનો વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.
આ વીડિયોમાં તેમણે વલસાડના વિકાસની વાત કરી છે, સાથે જ આદિવાસી સમાજને હક-અધિકારની ગેરન્ટી આપી નિરક્ષરતા દૂર કરવાનું વચન આપે છે. તેમણે લોક્સભા ચૂંટણી માટે ફોર્મ ભરતી વખતે વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી વિજેતા બનશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.