
વલસાડ, વલસાડમાં ધોધમાર વરસાદને પગલે સ્ટેટ હાઇવે પર પાણી ભરાઇ ગયા છે વલસાડ સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્શ્યો જોવા મળ્યા હતાં વરસાદી પાણી ભરાતા હાઇવે પર જેબીસી મશીનથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે.
વલસાડ જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સતત વરસાદ થયો છે જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.જયારે કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાઇ જવાને કારણે પાકને નુકસાન થયું છે