વલસાડના પારડી પંથકમાંથી દારુ ની મહેફિલ ઝડપાઈ, પૂર્વ સરપંચ સહિત ૫ની ધરપકડ

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા માટે પોલીસનો પહેરો ગોઠવાયો

પોલીસે દારૂ પાર્ટી દરોડા પાડીને પૂર્વ સરપંચ સહિત ૫ લોકોની ધરપકડ

વલસાડ,થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા માટે પોલીસનો પહેરો ગોઠવાયો છે.રાજ્યમાં દારૂ બંધીના કડક અમલ માટે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વલસાડના પારડીમાં આવેલા નાના વાઘછીપા ગામે દારૂ ની મહેફિલ ઝડપાઇ છે.ગામના જ પૂર્વ સરપંચે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસે દરોડા પાડીને પૂર્વ સરપંચ સહિત ૫ લોકોની ધરપકડ કરી છે. તો આ સાથે જ દારૂ, ૫ બાઇક અને ૬ મોબાઇલ સહિત ૧ લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ જામનગરના કાલાવડના કોઠા ભાડુકિયા ગામની સીમમાંથી દારૂ સાથે ૨ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તો રાજકોટમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતુ. વાહનોમાં ચેકિંગ તેમજ પેટ્રોલિંગથી પોલીસ દારૂ બંધીનો અમલ કરાવી રહી છે.ઉપરાંત ગાંધીનગરમાં દારૂની પાર્ટી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ૪ જિલ્લાના તમામ નાકા પોઇન્ટ ઉપર ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધર્યું છે.ઉપરાંત પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરેન્ટમાં પોલીસની બાઝનજર રાખશે