વલસાડ,વલસાડમાં કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના નવા કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. એવામાં વલસાડ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયુ છે. વલસાડના મોગરાવાડીની કોરોના પોઝિટિવ મહિલાનું મોત થયુ છે. કોરોના દર્દીનું મોત બાદ વલસાડના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. પરંતુ આરોગ્ય વિભાગનું એવુ તારણ છે કે કોરોના પોઝિટિવ મહિલાનું અન્ય કારણોસર મોત થયુ છે.
આ અગાઉ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લેતા ૬૮ વષય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ હતુ. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધ કોમોર્બીડ હતા. તેઓ ટી.બી. અસ્થમાં અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. છેલ્લા ૮ મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી. તેમને એસએસજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. તેમના મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે ડેથ ઓડિટ કમિટીને તબીબોએ રિપોર્ટ સબમિટ કર્યો હતો. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીની સંખ્યા ૩૫ હતા.