વલસાડ, કોસંબા માછીવાડ વિસ્તારમાં એક ઘર પર તોતિંગ વૃક્ષ પડતાં ઘરની દિવાલ પડી ગઈ હતી. આથી દીવાલ નીચે દબાઈ જતાં સારવાર દરમિયાન એક વૃદ્ધાનું મોત થયું હતું. જોકે, ઘરમાં પરિવારના અન્ય સભ્યો પણ સૂતા હતા, પરંતુ પરિવારના બાકીના સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે, વલસાડના કોસંબા ના માછીવાડ વિસ્તારમાં આવેલા મહાદેવ સ્ટ્રીટના અંબા માતા મંદિર નજીક ટંડેલ પરિવારના ઘરની બાજુમાં જ આવેલું ચરમલાનું એક તોતિંગ વૃક્ષ વરસાદી માહોલમાં નમી ગયું હતું. પરિવારના સભ્યોએ તેને યાન નહીં આપતા આખરે આ નમેલું વૃક્ષ ઘર પર પડ્યું હતું. વહેલી સવારે વૃક્ષ ઘર પર પડતાં જ ઘરની દિવાલ તૂટી પડી હતી. આથી ઘરમાં સૂઈ રહેલા વૃદ્ધા પાલીબેન બુધિયાભાઈ ટંડેલ નામના ૮૭ વર્ષે વૃદ્ધા દિવાલ નીચે દબાઈ ગયા હતા.
ધડાકાભેર ઘર પડતાં જ પરિવારના અન્ય સભ્યો ઉઠી ગયા હતા. પરિવારના અન્ય સભ્યો પણ ઘરમાં સુતા હતા, પરંતુ ઘરના અન્ય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કમનસીબે વૃદ્ધા ગંભી રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આમ વરસાદી માહોલમાં ઘરની બાજુનું વૃક્ષ નમી પડ્યું હોવા છતાં પણ પરિવારે તેને ધ્યાન નહીં આપતા આખરે વૃક્ષ ઘર પર પડ્યું અને પરિવારની મોભી મહિલાનું મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.