વલસાડમાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા ગ્રામવાસીઓ

વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકાના બારપુડા ગામમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વારસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થાય છે. આવી જ એક ઘટના રવિવારે બની હતી. જ્યાં બારપુડા ગામના ફળિયામાં રહેતા એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો અને ગામ લોકો તેની અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા.

જો કે ગામમાં સવારથી જ વરસાદી માહોલ હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પોતાના સ્વજનની અંતિમયાત્રા કાઢી હતી. અને છત્રી ના સહારે તેઓ સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા. ગામમાં આજ સુધી છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી વરસતા વરસાદમાં મૃતક ના અંતિમ સંસ્કાર તાડપત્રીના સહારે કરવા પડ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.

આથી ગામના લોકો છત્રી પકડી અને સ્મશાન યાત્રામાં જોડાયા હતા. વરસતાં વરસાદમાં અગ્નિદાહ આપવા પણ શક્ય નહીં હોવાથી આખરે અંતિમ સૈયા પર તાડપત્રી ઢાંકી અને ત્યારબાદ તેની અંતિમવિધિ કરી અને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આથી ગામમાં સ્મશાન ભૂમિના અભાવ ની સમસ્યા ચર્ચાનું કેન્દ્ર બની છે .મહત્વપૂર્ણ છે કે કપરાડા ના અંતરિયાળ અનેક ગામોમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે.

આ વર્ષે પણ બારપુડામાં એક મૃતક ના અંતિમ સંસ્કાર વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે કરવા લોકો મજબૂર બન્યા હતા .ગામમાં પાંચ પાંચ સ્મશાન ભૂમિ હોવા છતાં એક પણ સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકો હવે ગામમાં છત વાળી પાકી સ્મશાન ભૂમિ ની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે..