વલસાડમાં નકલી પત્રકાર બની યુ-ટ્યૂબ ચેનલ ચલાવનારા સામે કાર્યવાહી

વલસાડ,ઠગબાજોના સમાચાર આપતા પત્રકાર પણ હવે નકલી હોય તેવું સામે આવી રહ્યું છે. વલસાડમાં નકલી પત્રકાર બની યુ-ટ્યૂબ ચેનલ ચલાવનારા સામે કાર્યવાહી કરાઈ છે. આરોપી મોહમ્મદ અલી ઉર્ફે રિંકુ ગોલ્ડ કોઈન નામની યુ-ટ્યૂબ ચેનલ ચલાવી લોકો પાસેથી ઉઘરાણી કરતો હતો. જો કે, તેણે એક મહિલા સાથે છેતરપિંડી આચરીને રૂપિયા ૬૬ હજાર લીધા હતા. જે બાદ પૈસાને લઈ ધમકીઓ આપતો હતો. પોલીસે આ નકલી પત્રકારને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાએ વર્ષ ૨૦૧૯માં અન્ય મહિલા પાસે ધંધામાં ખોટ જતી હોવાનું જણાવી ૧.૮૦ લાખ ઉધાર માંગ્યા હતા. જે બાદ મહિલાને પરત કર્યા ન હતા. જેથી મહિલાએ વલસાડના એક યુટ્યુબ ચેનલના રિપોર્ટરનો સંપર્ક કરીને ઉછીના રૂપિયા લઈને પરત ન આપતી મહિલા વિરુદ્ધ સમાચાર બનાવવા જણાવતા ખાનગી યુટ્યુબ ચેનલ ચલાવતા રિપોર્ટરે ૬૬ હજારની માંગણી કરી હતી. જેથી મહિલાએ રોકડા અને ડિજિટલ પેમેન્ટ વડે ચુકવણું કર્યું હતું. દિવસો સુધી ઉછીના આપેલા રૂપિયા પરત આવ્યાં ન હતા. જેથી મહિલાએ યુટ્યુબ ચેનલના રિપોર્ટરને આ બાબતે વાત કરતા તેઓએ અભદ્ર ભાષામાં વાત કરી હતી. જેને લઈ મહિલાએ સીટી પોલીસ મથકે યૂટ્યૂબ વડે ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

રીંકુએ રચનાબેનને તમારું કામ ૭ દિવસમાં થઈ જશે તેમ જણાવ્યું હતું. અને રિપોર્ટરે રૂપિયાની માગણી કરતા રચનાબેને રીંકુ ઉર્ફે મોહમ્મદ અલીને ૩૬૦૦૦ રૂપિયા ગુગલ પે કર્યા હતા, અને ૩૦,૦૦૦ રૂપિયા રોકડેથી આપ્યા હતા. સાત દિવસ ઉપર દિવસો થઈ જતા રચનાબેને ફોન ઉપર અને રૂબરૂમાં રીંકુ પાસે પોતાના ૬૬ હજાર રૂપિયા પરત માંગતા, રીંકુ ઉડાઉ જવાબ આપતો હતો, અને ખોટા વાયદાઓ રચનાબેનને કરતો હતો. રચનાબેને ફોર્સ કરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનના નામનો ૧.૫૦ લાખનો ચેક રચનાબેનને આપી જણાવ્યું હતું કે, તમારા રૂપિયા મેં મંજરીબેન પાસેથી લઈ લીધા છે, અને આ ચેક છે, જે તમે તમારા ખાતામાં નાખવા જણાવ્યુ હતું.

રચનાબેને ચેક બેંકમાં જમા કરાવતા, ખાતામાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. રચનાબેને રીંકુ પાસે ફોર્સ કરી ફરી રૂપિયા માંગતા, રીંકુ એ રચનાબેનને ગાળો આપીને, જો હવે તમે રૂપિયા માંગશો તો મીડિયામાં તમને બદનામ કરી દઈ દઈશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. જેને લઇ રચનાબેને યુટ્યુબ પર ખાનગી ચેનલ ચલાવતા રિપોર્ટર રીક્ધુ ઉર્ફે મોહમ્મદ અલી વિરુદ્ધ રૂપિયા ૬૬ હજારની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાવી છે.