વલસાડમાં મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી, વાહનનો કચ્ચરઘાણ થયો

વલસાડના મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. મોગરાવાડીમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળ પર પંહોચી. દિવાલ ધરાશાયી થતા વાહનોનો નીચે ચગદાયા. આ ઘટનામાં બે કાર અને ત્રણ બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર, નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું આંકલન કર્યું. જો કે આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મોગરાવાડીમાં વરસાદી પાણીના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું અનુમાન છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડે છે. ખાસ કરીને ખાનગી આવાસો કે જે જર્જરીત અવસ્થામાં છે તેને વધુ અસર કરે છે. સરકારે આમ તો જર્જરીત મકાનોને રીપેરીંગ અને રીનોવેશન માટે કામગીરી કરવાના નિર્દેશ આપ્યા છે.