વલસાડમાં જૂની અદાવતમાં યુવાનનું અપહરણ કરી ૪ મિત્રોએ હત્યા કરી

વલસાડ, પુના ગામમાં એક વ્યક્તિનું અપહરણ કર્યા બાદ હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યાની ઘટનાને છૂપાવવા આરોપીઓએ લાશને સળગાવી દીધી હતી. આરોપીના મિત્રના ભાઈની હત્યાનું વેર રાખી વ્યક્તિનું અપહરણ કરી હત્યાના ગુનાને અંકજામ અપાયો હતો.

હત્યાની અદાવતમાં ચાર મિત્રોએ ભેગા મળી એક વ્યક્તિની હત્યા કરી હતી. ગળું દબાવી હત્યા બાદ મૃતદેહને વાપી નજીક સળગાવી દેવાયો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓ દ્વારા ગોળ-ગોળ જવાબ અપાયા બાદ પોલીસની કડક પૂછપરછમાં એક આરોપીએ ગુનો કબૂલ્યો હતો. મૃતકના અવશેષો કબ્જે લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હત્યા કેસમાં હજુ ત્રણ આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.