વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમા એકનું મોત થયું

વલસાડ, વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમા એકનું મોત થયું છે. નેશનલ હાઇવે પર કાર ચાલકે સર્જેલના અકસ્માતમાં એક બાઇક સવારને હડફેટે લીધો છે અને તેમા એકનું મોત થયું છે. પૂરઝડપે આવેલી રેન્જ રોવર તેની ઝડપ પર કાબૂ ન રાખી શક્તા તેણે બાઇક ચાલક ને હડફેટે લીધો હતો અને તેમા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના પગલે તરત જ હાઇવે પર રાહદારીઓનું ટોળું જમા થઈ ગયું હતું. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ અત્યંત સ્પીડમાં જતી રેન્જ રોવરે કાબૂ ગુમાવતા તે કંઇક સમજે તે પહેલા બાઇક ચાલક તેની હડફેટે આવી ગયો હતો. રેન્જરોવર ચલાવનાર વાહન પર સમયસર અંકુશ મેળવવામાં નિષ્ફળ જતાં આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે પણ તરત ત્યાં પહોંચી જઈને લોકોને દૂર કરીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. તેની સાથે યુવકને ૧૦૮માં લઈ જઈ તેને તાત્કાલિક સારવાર આપીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કારચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચાલક કાર મૂકીને ભાગી ગયો હોવાથી પોલીસને વિશ્ર્વાસ છે કે આરોપીને ટૂંક સમયમાં પકડી લઈશું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આસપાસના વિસ્તારોમાં આરોપીની સઘન શોધખોળ આદરી છે. હવે રેન્જરોવર જેવી એસયુવી હોવાથી તેનો માલિક તો ઝડપથી પકડાઈ જશે તેમ માનવામાં આવે છે.