વલસાડ, સ્ટેટ મોનિટરીંગ સેલમા અધિકારીઓએ માહિતીને આધારે વલસાડમાંથી એક વાહનમાંથી ૧૨.૫૫ લાખના દારૂ સાથે ૨૭.૬૫ લાખનો મુદ્દ્માલ કબેજે કર્યો હતો. આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને અન્ય બે ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે. પોલીસે માહિતીને આધારે વલસાડના ડુંગરી, સોનાવાડા સ્થિત જય શ્રી ખેતેશ્ર્વર હોટેલના પાકગમાંથી દારબ ભરેલ વાહન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલમા અધિકારીઓએ માહિતીને આધારે વલસાડમાંથી એક વાહનમાંથી ૧૨.૫૫ લાખના દારૂ સાથે ૨૭.૬૫ લાખનો મુદ્દ્માલ કબેજે કર્યો હતો. આ કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરીને અન્ય બે ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.
પોલીસે માહિતીને આધારે વલસાડના ડુંગરી, સોનાવાડા સ્થિત જય શ્રી ખેતેશ્ર્વર હોટેલના પાર્કિંગમાંથી દારબ ભરેલ વાહન સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે વાહનમાંથી રૂ.૧૨,૫૫, ૩૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ, વાહન અને રોકડ રકમ મળીને કુલ રૂ.૨૭,૬૫,૩૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ સંદર્ભે વાહનના ડ્રાઈવર અને મધ્યપ્રદેશના રહેવાસી અશોક પુરણલાલ દેશમુખની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનારા આઝાદ ઉર્ફે લંગડો તથા માલ મોકલનાર શખ્સ વિરૂધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.