
વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્તાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં ૧.૩૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના એમ.જી. રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં. નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી ન કરવાના કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ હતી.
વલસાડના ગોરવાળા ગામે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાયી થયો છે. વીજ પોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો છે. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ અવરજવર માટે બંધ કરાયો છે. વલસાડમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે આ ઘટના બની હતી.
વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં એક કલાક માં ૧.૩૮ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના એમ.જી.રોડ,ખત્રીવાડ,છીપવાડ, દાણાબજાર ,છીપવાડ અંદર પાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાય જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રાત્રિ દરમિયાન એમ.જી.રોડ તથા ખત્રીવાડ જ્યાં આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાન આવેલી છે. ત્યાં આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મુકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા. જો ચોમાસાની શરૂઆતમાં જ આ હાલત છે, તો બાકીની સીઝનમાં શુ થશે તેવો લોકોમાં ડર ભરાયો છે.
શહેરમાં મુખ્ય પાણી ભરાવવાનું કારણ નગર પાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરો સાફ ન કરવામાં આવતા પાણી ભરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો સાથે કેટલી જગ્યાઓ પર ગટરો ઉપર બાંધકામ કર્યું હોવાના કારણે પાણી નિકાલ ન થવાના કારણે પાણી ભરાયાની સ્થિતિ બની છે. નગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતો હોવાના કારણે શહેરમાં પાણી ભરવાની સમયનો ભોગ જનતા બની રહી છે.
ગોરવાળા ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ આવતા વીજ પોલ ધરાશાઈ થયો હતો. વીજ પોલ ધરાશાઈ થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ પણ બંધ થયો હતો.
વલસાડ જિલ્લાના કપરાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કપરાડામાં એક ઇંચ વરસાદ ખાબખ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાં ઉકળાટ બાદ સારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે.