વલસાડ: ગુજરાતમાં લાંચ લેવાના કેસ ખુબ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.વલસાડ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો,એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને ૩ લાખની લાંચમાં ભેરવાયો હતો,પરતું તેને આની જાણ થઇ જતા તે ૩ લાખ લાંચની રકમ અને ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો,એસીબીએ કોન્સેટબલ આશિષ કુંવાડીયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એસીબીની અચાનક ટ્રેપના લીધે સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ આરોપીએ દારૂના ગુનામાં નામ ખોલી કેસ કરવાની ધમકી આપી રૂ.૫ લાખની માંગણી કર્યા બાદ રૂ.૩ લાખ નક્કી કરાયા હતા.આની જાણ ફરિયાદીએ એસીબીમાં કરી હતી અને એસીબીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને પકડવા છટકું ગોઠવ્યું હતું અને તેને આબાદ રીતે ટ્રેપ ફસાવ્યો હતો પણ તેને ટ્રેપની જાણ થઇ જતા તે સ્થળથી ફરાર થઇ ગયો હતો. લાંચની ફરિયાદ થતા ભરૂચ એસીબીના પીઆઈ એસ.વી.વસાવા અને ટીમે આજરોજ સોમવારે પારડીના ઉદવાડા હાઈવે સવસ રોડ પર ગેરેજ નજીક છટકુ ગોઠવ્યું હતું તેમાં તે ઝડપાયો હતો પણ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો