વલસાડ, વલસાડમાં આચારસંહિતાના નામે લૂંટ આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલી બની હોઈ રોકડ રકમ વધુ હોય તો તેનો હિસોબ આપવો પડે છે. ચૂંટણીપંચની આ જ આચારસંહિતાનો ફાયદો ઠાવીને ઘરમાં વધુ રોકડ રાખી ન શકો તેમ કહી લૂંટ ચલાવાઈ હતી. લૂંટ ચલાવનારે પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી હતી.
વલસાડના કપરાડાના અભેટી ગામની ઘટનામાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવામાં આવી હતી નકલી પોલીસ બનીને ૨.૨૦ લાખની લૂંટ ચલાવાયા ઉપરાંત લૂંટનો ભોગ બનનારા અને તેના મિત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. એલસીબીએ આ ઘટનાની જાણ થતાં તરત જ પગલાં લીધા અને તાકીદે તપાસ હાથ ધરીને બે આરોપીઓની ધરકડ કરી હતી.