વલસાડમાં વલસાડ શહેરમાં ૩૫ વર્ષીય યુવાનનું વીજ કરંટ લાગતા મોત

વલસાડ, વલસાડના કેરી માર્કેટ નજીક વીજ કરંટથી એક યુવકનું મોત થયું હતું. વીજ કરંટથી મોત થતાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

વલસાડ શહેરમાં ૩૫ વર્ષીય સુરેશ રાજપૂત નામના યુવકનું વીજ કરંટથી મોત થયું હતું. ગેરેજમાં કામદાર યુવક જીવત વીજતાર અડતા મોત થયું છે. કામ કરતી વખતે ઉપરથી પસાર થતા વીજતારને અડતા યુવકને કરંટ લાગ્યો હતો. જેના પરિણામે યુવક મોતને ભેટ્યો હતો. સમગ્ર મામલની તપાસ વલસાડ સીટી પોલીસે હાથ ધરી છે. યુવકના ઘરમાં માતમ છવાયો છે.