દાહોદ, ગુજરાત સરકારે મોડી સાંજે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરતાં આ બદલીઓના દોરમાં પંચમહાલ રેન્જ આઇ.જી. ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા તેમજ નવનિયુક્ત એસ.પી. જગદીશ બાંગરવાની બદલી કરવામાં આવી છે. ઉપરોક્ત અધિકારીઓની બદલી થતાં 2002માં દાહોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવનાર રાજેન્દ્ર અંસારીની પંચમહાલ રેન્જ આઇ.જી.તરીકે બદલી કરી છે. જયારે વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોને જડમૂળ માંથી ઉખેડનાર ડો.રાજદીપસિંહ ઝાલાને દાહોદ એસપી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ASP તરીકે કે સિદ્ધાર્થની પહેલાથી જ નિમણૂંક કરી દેવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોના સ્ટ્રોંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરી છેલ્લા ત્રણ વર્ષથી દારૂ જુગાર ઉપર સદ્દંતર અંકુશ રાખવામાં સફળ રહેનાર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંગ ઝાલાની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા બુટલેગરોમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જોકે, છેલ્લા દાહોદ જીલ્લામાં છેલ્લા ઘણાં સમયથી દારૂ જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા ઉપરા છાપરી દરોડા પડતા આ બદલીઓના દોરમાં દાહોદ જિલ્લા માંથી દારૂ જુગારની બદી માંથી મુક્ત કરાવવા સરકારે વલસાડમાં બુટલેગર અને નવ નેજા પાણી લાવનાર પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાને મૂક્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં વીતેલા કેટલાક દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉપરાંત પાડી વિદેશી દારૂ તેમજ જુગારની હાટડીઓ ઉપર દરોડો પાડ્યા હતા. જેની નોંધ સરકારમાં ગંભીર રીતે પડી હતી. જેના પગલે આજે બદલીઓના દોરમાં સતત ત્રણ વર્ષ સુધી જિલ્લાને દારૂ જુગારના વ્યસન માંથી મુક્ત રાખી બુટલેગર તેમજ જુગારીયાઓને નેસ્તનાબૂદ કરનાર 2012 ની બેચના વલસાડ એસ.પી. તરીકે ફરજ બજાવતા ડો.રાજદીપસિંહ ઝાલાની દાહોદ ખાતે નિમણૂંક કરવામાં આવી છે. અત્યારે દાહોદ તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાનના સરહદી વિસ્તારો માંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર બુટલેગર ઉપર ચોક્કસપણે ચોક્કસપણે અંકુશ આવશે. તેઓ હાલના તબક્કે જાણવા મળ્યું છે.