વલસાડ: ગઠિયાઓ વાઘનું ચામડું કહીને ૨૦ લાખમાં નકલી માલ પધરાવતા હતા

વલસાડ: જિલ્લા વન વિભાગે વાઘનું કથિત ચામડું ઝડપી પાડ્યું હતું. સાથે જ સાત જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ તપાસમાં વાઘનું કથિત ચામડું નકલી ચામડું હોવાનું બહાર આવ્યું હતું. આથી વન વિભાગે પૂછપરછમાં રાખેલા સાત ઈસમોને ફરી જરૂર પડે ત્યારે હાજર રહેવાના બાંહેધરી સાથે મુક્ત કર્યા હતા. સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ વન વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી ફાઉન્ટેન હોટલના પરિસરમાં કેટલાક શખ્સો વાઘનું ચામડું વેચવાના ફિરાકમાં હતા. વાઘનું અસલી ચામડું હોવાના દાવા સાથે આ લોકો વચ્ચે હેતુલક્ષી વાતચીત અને સોદાબાજી થઈ રહી હતી.એ વખતે વોચમાં રહેલી વન વિભાગની ટીમ ત્રાટકી હતી અને વાઘના ચામડાના સોદાબાજી કરવાના ફિરાકમાં રહેલા સાત શખ્સોની અટકાયત કરી હતી. 

આથી વન વિભાગે બનાવને ગંભીતાથી લઈ વેટનરી તબીબની સલાહ લેતા. તપાસના અંતે ઝડપાયેલું આ ચામડું વાઘનું ન હોવાનું બહાર આવ્યું હતું. જોકે અન્ય પ્રાણીના ચામડામાં બનાવટી રીતે વાઘના ચામડા જેવો લૂક આપવામાં આવ્યો હતો. આથી વન વિભાગ એ પ્રાથમિક પૂછપરછ કરી આ શકશોને હાજર રહેવાની બાંઘેધરી સાથે મુક્ત કરી દીધા હતા.

જોકે વાઘનું કથિત ચામડાના નામે વેચવા જઈ રહેલા શકશોએ કયા પ્રાણીના ચામડાનો ઉપયોગ કરી અને વાઘના ચામડા જેવો દેખાવ ઉભો કર્યો હતો? આ મામલે તપાસ હાથ ધરાય છે.