વાલ્મીકી મંદિરમાં આયોજિત હાથરસ પીડિતાની પ્રાર્થનાસભામાં પહોંચ્યા પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ મામલામાં જાન ગુમાવનારી ૧૯ વર્ષિય દલિત છોકરી માટે દિલ્લીના વાલ્મીકી મંદિરમાં આયોજિત પ્રાર્થનાસભામાં પહોંચ્યા. કોંગ્રેસ નેતા પી. એલ.પુનિયા સુષ્મિતા દેવ અને અનિલ ચૌધરી પણ મંદિરમાં હાજર રહ્યા. પ્રિયંકાએ કહ્યું ત્યાં સુધી નહીં અટકીએ જયાં સુધી અમારી બહેન અને એના પરિવારને ન્યાય નહીં મળે.