વેલેન્ટાઇન વિક, તેમજ ઇન્ટરનેટની ઝાકમઝોળમાં આજની યુવા પેઢી સભ્યતા અને ભાન બંને ભૂલ્યા
પશ્ચિમી સંસ્કૃતિનું આગમન સાથે ભારતીય સંસ્કૃતિનુ દાટ વળ્યો.
આદીવાસી બાહુલ્ય જીલ્લામાં આદીવાસી પરંપરાને જીવંત રાખવા સમાજ જાગૃત બન્યો.
દહેજ, દારૂ, જેવા દુષણોને છોડી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા અનુસાર લગ્ન સંભારંભ યોજવા ઠરાવો કર્યા.
એકબીજાની દેખાદેખીમાં પોતાને મોર્ડન સાબિત કરવા દીકરીઓનો ઈંક્ષતફિંલફિળ તેમજ ફેસબુક પર રીલ્સ ના નામે વલ્ગારીટીનો નગ્ન નાચ
આવી વલગાંરીટીને રોકવાની જગ્યાએ માતા પિતા ગૌરવભેર બાળકોને પ્રોત્સાહન આપે છે.
સમગ્ર ભારત આઝાદીનો અમૃત કાળ ઉજવી રહ્યો છે.આ દરમિયાન અયોધ્યા ખાતે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશમાં ધાર્મિક લહેરનો કે રામ લહેરનો મોજુ ફરી વળ્યું હોય તેમ ધાર્મિક માહોલ સર્જાયો છે.પરંતુ વર્ષોથી સનાતની હિંદુ ધર્મ સંસ્કૃતિથી જોડાયેલા ભારતમા વર્ષોથી ભારતીય સંસ્કૃતિ આદિ અનાદી કાળથી ચાલી આવી રહી છે. જેમાં શરમ અને માન મર્યાદાની સાથે સભ્યતા જોવા મળતી હતી.પરંતુ બદલાતા સમયના વેણમાં ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવતા ફેસબુક તેમજ શક્ષતફિંલફિળ, ૂવફતિંફાા જેવા પ્લેટફોર્મ સોશિયલ મીડિયાએ સમગ્ર ભારતભરમા વસતા લોકોના માનસપટલમાં છવાઈ જતા આજની યુવા પેઢી સોશિયલ મીડિયાની ઝાકળઝોલમાં અંજાઇ સભ્યતા અને ભાન બંને ભૂલ્યા છે. એટલું જ નહીં એકબીજાની દેખાદેખીમાં પોતાને મોર્ડન ગણાવતા યુવક કે યુવતીઓ પ્રકારની લજ્જાને નેવે મૂકી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રિલ્સ નામે વલ્ગારીટીનો નગ્ન નાચ કરી રહ્યાં છે. આવી વલગારીટીને રોકવાની જગ્યાએ માતા-પિતા ગૌરવભેર બાળકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના પગલે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનુ ઝડપભેર આગમન થતા ભારતીય સંસ્કૃતિનું રીતસરનું દાટ વળી જવા પામ્યો છે.ખાસ કરીને આ દુષણ હવે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ટ્રાઇબલ ગણાતા વિસ્તારમાં પણ દરેક સમાજમા લગ્ન પ્રસંગ સામાજિક પ્રસંગો અથવા શુભ કાર્યોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની ઝલક નરી આંખે જોવા મળે છે.પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિને છોડી દાહોદ જિલ્લામાં પણ મોર્ડન અને ટૂંકા વસ્ત્રોનો ચલણ ખૂબ વધ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમા પ્રીવેડિંગ સૂટના બહાને આઉટડોર ઈન્ડોર શૂટિંગના નામે નવયુગલો પશ્વિમી સંસ્કૃતિની નવી રસમો રિવાજ અપનાવતા ભારતીય સંસ્કૃતિનુ પતન થતું જોવા મળી રહ્યું છે. આ એકલું લગ્ન પ્રસંગમાં નહીં પરંતુ સગર્ભા બહેનો માતાઓનાં શ્રીમંત કાર્યક્રમ, નવજાત બાળકના જન્મ બાદ બેબી શાવર જેવા કાર્યક્રમોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિ જોવા મળી રહી છે. જોકે તાજેતરમાં વેલેન્ટાઈન ડે વીક ચાલતો હોય આજની યુવાપેઢી નવયુગલ કપલોમાં છેલ્લ પણ કેટલાય વર્ષોમાં વેલેન્ટાઈન વીકનો તલણ ખૂબ જ વધ્યો છે. ખાસ, કરીને દાહોદ જિલ્લામાં કોલેજો સ્કૂલો , ઉધાર જેવા જાહેર સ્થળો પર વેલેન્ટાઈન વીકનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજીયનના જણાવ્યા અનુસાર સાતમી ફેબ્રુઆરી થી 14 મી ફેબ્રુઆરી દરમિયાન યુવા પેઢી વેલેન્ટાઈન વીક ઉજવે છે. જેમાં , પ્રપોઝ,ડે ટેડી ડે , રોઝ ડે, કિસ ડે,હગ ડે, તેમજ વેલેન્ટાઈન ડે જેવા દિવસો ઉજવતા થયા છે. જેનાં આપણી પરંપરાનો નાશ થવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી દેશોમાં વસતા લોકો હવે ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ત્યારે આવા સમયે આપણું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિથી પણ આગળ વધીને બોલ્ડ બન્યા છેત્યારે આ વિચારધારા આપણા સમાજને આ લઈ જશે એ બની રહેશે. જોકે, આવા સમયે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ ઠેર ઠેર મીટીંગો યોજી ઠરાવો કરી, ગામડે ગામડે સભાઓ ભરી આદિવાસી સંસ્કૃતિને બચાવી રાખવા કમર કશી છે. એટલું જ નહીં હવે તો ડીજે દારૂ દહેજ જેવા દૂષણોમાંથી સમાજને બહાર કાઢવા માટે કરવાનું મતે ઠરાવો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિનું અનાદર કરનાર અથવા સમાજ દ્વારા બાંધવામાં આવેલા નિયમોને તોડનાર વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે સમાજના વડીલો અને આગેવાનો આગળ આવી પશ્ચિમી સંસ્કૃતિને નક્કર આયોજન કરે સાથે સાથે ભારતીય સંસ્કૃતિને વધુને વધુ ઉજાગર કરે તે જન હિતમાં છે. એટલું જ નહીં સોશિયલ મીડિયાની ઝાકળઝોલમાં અંજાયેલી યુવા પેઢીને બહાર કાઢવા માટેના પ્રયાસો પણ હાથ ધરે તે અનિવાર્ય છે, કારણ યુવા પેઢી આપણો ભવિષ્ય છે. તેને આવી રીતે બરબાદ ન કરવો જોઈએ જો કે તેની પાછળ એકલા બાળકો જવાબદાર નથી. પરંતુ માતા પિતા પણ તેટલા જ જવાબદાર છે. કારણ કે, માતા પિતા આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં જેટલો સમય મોબાઈલ ફોનમાં અથવા અન્ય બિનજરૂરી કામોમાં વેડફે છે. એનાથી અડધો સમય પણ આપણી આ પેઢીને બચાવવા માટે આપે તો પણ ઘણું ખરૂં પરિવર્તન થાય તેમાં કોઈ બેમત નથી.