મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસની તપાસમાં પોલીસ દ્વારા ભાજપનાં આગેવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ટોલનાકા કેસનાં મુખ્ય આરોપી અમરશી પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમજ અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
મોરબીનાં વાંકાનેર હાઈવે પર નકલી ટોલનાકા મામમલે પોલીસે રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામભાઈનાં પુત્ર અમરશીભાઈએ ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે દોઢ વર્ષ સુધી નકલી ટોલનાકાથી કરોડો રૂપિયા ઉઘરાવનારા અમરશીભાઈ હજુ પોલીસ પકડથી દૂર છે.
મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મોરબીનાં વાંકાનેર વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકું બનાવાયું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા. કારખાનેદારની પણ આ ગેરદાયકે ટોલનાકું બનાવવામાં સંડોવણીની શક્યતા છે.