ગરબાડા, ગરબાડા તાલુકાનાં વજેલાવ ગામમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત Adolescent Day ની ઉજવણી કરવામાં આવી. જેમાં 10 થી 19 વર્ષમાં થતાં શારીરિક ફેરફાર વિશે સમજણ આપવામાં આવી તથા એનિમિયા, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા વિશે આરોગ્ય શિક્ષણ પૂરૂં પાડવામાં આવ્યું તથા પિયર એંજ્યુકેટરને ટી-શર્ટ, સ્કૂલ બેગ, કેપ,નોટ બુક વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર ડો.ચંદ્રકલા પરમાર, ડો.ધીરજ પરમાર વનબંધુ મેડિકલ ઓફિસર ડો.રંજન હિહોર તથા MPHS, MPHW, FHW, તથા આશા બેહનો એ હાજર રહ્યાં હતાં.