વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંંત્રી સડક યોજના અંતર્ગત નાળાનું કામ કરાઈ રહ્યુંં છે. આ નાળાની કામગીરીની હલ્કી ગુણવત્તાનું કામ કરાઈ રહ્યું છે. જેને લઈ ગ્રામજનો દ્વારા કામ બંધ કરાવી માર્ગ અને મકાન વિભાગને જાણ કરાઈ છે.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત નાળાની કામગીરી કરાઈ રહી છે. બની રહેલ નાળું તળાવમાં પાણીની આવક માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેમ છતાં નાળાની કામગીરીમાં હલ્કી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. નાળામાં નાખવામાં આવેલ પાઈપો નીચે સિમેન્ટ કોંક્રેટની કામગીરી કે પાઈપોના સાંધા ભરવામાંં આવ્યા નથી. નાળાની સાઈડમાં બનાવેલ બીજા પણ હલ્કી ગુણવત્તાની કામગીરીની ચાડી ખાય છે. નાળાની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાકટર ગેરહાજર નહિ રહી મજુરો મારફતે કામ કરાઈ રહ્યું છે. નાળાની કામગીરી સ્થળે ગેરહાજર રહેતો કોન્ટ્રાકટરને પુછતા અન્ય સ્થળોએ ચાલતા કામોને લઈ હાજર રહી શકતા નથી. નાળાની કામગીરીમાં હલ્કી ગુણવતાનું મટીરીલ્યસ વાપરીને ભ્રષ્ટાચાર થતા હોવાને લઈ વેજલપુરના જાગૃત નાગરિક દ્વારા નાળાની કામગીરી બંધ કરાવીને માર્ગ અને મકાન વિભાગને જાણ કરાઈ છે. ત્યારે જોવું રહ્યું કે, માર્ગ મકાન વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે.