ઓવૈસીના ઘરની નેમપ્લેટ પર અજાણ્યા લોકો શાહી લગાવીને ભાગી ગયાં

હૈદરાબાદના સાંસદના દિલ્હી એમપી આવાસની નેમપ્લેટ પર ગુરુવાર રાતે અમુક અજાણ્યા લોકોએ શાહી લગાવી દીધી હતી. સાથે જ તેમના ઘર પર અમુક પોસ્ટર લગાવ્યા છે, જેના પર ભારત માતા કી જય લખેલું છે. ઘટના આજે રાતે લગભગ ૯ વાગ્યે થઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે પોલીસને આ ઘટના વિશે કોઈ પીસીઆર કોલ આવ્યો નથી અને નથી લેખિતમાં કોઈ ફરિયાદ મળી.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી સાંસદ ઓવૈસીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનની નેમપ્લેટ હોય છે, તેમાં ગુરુવારની રાતે લગભગ ૯ વાગ્યે શાહી લગાવી દીધી હતી. ઓવૈસીએ સંસદ ભવનમાં જય ફિલિસ્તીન બોલ્યું હતું. તે નિવેદનના વિરોધમાં પોસ્ટર લગાવ્યા, તો વળી પોલીસે ઘટના વિશે જણાવતા કહ્યું કે, તેમને તેના વિશે કોઈ પીસીઆર નથી મળી, નથી લેખિતમાં ફરિયાદ મળી, જો કે ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી દીધી છે.

સાંસદે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર શેર કર્યો છે. તેમણે દિલ્હી પોલીસ અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા લખ્યું કે, આજે અમુક અજાણ્યા બદમાશોએ મારા ઘર પર કાળી શાહીથી હુમલો કર્યો. હવે હું ગણતરી ભૂલી ચુક્યો છું કે મારા દિલ્હીવાળા ઘરને કેટલી વાર ટાર્ગેટ બનાવ્યું છે. જ્યારે મેં દિલ્હી પોલીસનાના અધિકારીઓને પૂછ્યું કે, તેમના નાક નીચે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, તો તેમણે બસ પોતાની લાચારી વ્યક્ત કરી. એટ અમિત શાહઆ બધું આપની દેખરેખમાં થઈ રહ્યું છે.એટઓમબિરલા મહેરબાની કરીને જણાવો કે, સાંસદોની સુરક્ષાની ગેરન્ટી થશે કે નહીં.